નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 (Delhi Assembly Elections 2020)  માટે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal)નું હજુ સુધી નામાંકન થઈ શક્યું નથી. નવી દિલ્હી બેઠક પરથી ઉમેદવારી નોંધાવવા માટે જામનગર હાઉસ પહોંચેલા સીએમ કેજરીવાલને વાટ જોવી પડી રહી છે. સીએમ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે મારું નામાંકન દાખલ કરવા માટે રાહ જોઈ રહ્યો છું. તેમણે ટ્વીટ કરી કે ઉમેદવારી નોંધાવવા માટે રાહ જોઈ રહ્યો છું. મારો ટોકન નંબર 45 છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેજરીવાલ પરિવાર સાથે નામાંકન દાખલ કરવા પહોંચ્યા છે. નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ભાજપે (BJP) સુનીલ યાદવ અને કોંગ્રેસે રોમેશ સભરવાલને ઉમેદવાર બનાવ્યાં છે. ચર્ચા છે કે ભાજપ અને કોંગ્રેસે (Congress) સીએમ કેજરીવાલ સામે કોઈ મજબુત નેતાને ઉમેદવાર બનાવ્યાં નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...